નર્મદાના એકતાનગર વિસ્તારમાં દરેક આદિવાસી સમાજના લોકો રોજગારી મેળવતા હતા. તેઓના ઝૂંપડા અને દુકાનો તોડી નાખવામાં આવ્યા હતાં. જેને લઈને ચૈતર વસાવાએ જણાવ્યું કે, ઉદ્યોગપતિના ઇશારે દબાણો તોડયા છે. મુખ્યમંત્રીને કહેવા માંગીએ છે કે, ગરીબો ઉપર મક્કમતાથી કામ લો છો. પરંતુ, હાલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અને મંત્રી બચુભાઈ ખાબડ આ બંને મંત્રીઓના પુત્રોએ મનરેગા કૌભાંડ અને અન્ય કૌભાંડ માં સંડોવાયેલા છે. ત્યારે બંન્ને મંત્રીઓના મકાનો ઉપર ક્યારે બુલડોઝર ફેરવશે.
ઝૂંપડા અને દુકાનો તોડાયા
નર્મદા ડેમ બનાવવા માટે સ્ટૅચુ ઓફ યુનિટી બનાવવા માટે આ સ્થાનિક લોકોએ જમીનો ગુમાવી છે. ત્યારે આ જગ્યા ઉપર સ્ટૅચુ ઓફ યુનિટીના લોકાર્પણ વખતે વડાપ્રધાન સ્થાનિક લોકોને રોજગારી મળશે તેવી વાત કરી હતી. પરંતુ, રોજગારી મેળવતા લોકોના ઝૂંપડા અને દુકાનો તોડવામાં આવ્યા હતાં. સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ એકતા રથ લઈને ગામડે ગામડે ફર્યા તે વખતે રોજગારીની વાતો કરી હતી.
રોજગારીના વચનો અપાયા હતા
આજે સાંસદ અને ધારાસભ્ય ગરીબોને પૂછવા પણ નથી ગયા અને કઈ ગુફામાં ભરાઈ ગયા છે. આદિવાસી વિસ્તાર માં ગરીબ આદિવાસીઓની જમીન સરકારે મફતના ભાવે લઇ લીધી અને તે વખતે રોજગારી માટેના વચનો આપ્યા હતાં. આજે તે આદિવાસી પાછળ મકાનો તોડવા માટે મોટા મોટા જેસીબી ફરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.