દેશના 120 કરોડથી વધુ મોબાઇલ વપરાશકર્તાઓને ફરી એકવાર મોટો આંચકો લાગી શકે છે. ટેલિકોમ કંપનીઓ આ વર્ષના અંત સુધીમાં રિચાર્જ પ્લાન મોંઘા કરી શકે છે. Research Analysts મતે, ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં મોબાઇલ પ્લાનના દરમાં 10 થી 20 ટકાનો વધારો કરી શકે છે. છેલ્લા 6 વર્ષમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા આ ચોથો મોટો ભાવ વધારો હશે. ગયા વર્ષે જુલાઈમાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેના મોબાઇલ પ્લાનના દરોમાં 25 ટકા સુધીનો વધારો કર્યો હતો.

