
UPI : જો તમે પણ Paytm, PhonePe અથવા Google Pay જેવા UPI એપ્સથી ચુકવણી કરી રહ્યા હોવ અને તાજેતરમાં જ તમારું ટ્રાંઝેક્શન વારંવાર ફેલ થઈ રહ્યો હોય તો આ સમાચાર તમારી માટે મહત્ત્વના છે. ભારત સરકારે ડિજિટલ પેમેન્ટ ફ્રોડ રોકવા માટે એક નવી સિસ્ટમ લોંચ કરી છે, જે હેઠળ કેટલાક મોબાઈલ નંબરને રિસ્કી અથવા જોખમી માની તેની પર UPI લેવડ-દેવડને બ્લોક કરી દેવામાં આવી રહ્યું છે.
આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો?
આ એવા નંબરો છે જેના પર સાયબર છેતરપિંડીની ફરિયાદો મળી છે અથવા જેમનું વર્તન શંકાસ્પદ જણાયું છે જેમ કે વારંવાર ઉપકરણમાં ફેરફાર, ખોટો KYC આપવો, અથવા નકલી QR કોડ સાથે જોડાણ. આ નિર્ણયનો હેતુ ગ્રાહકના ખાતામાંથી પૈસા કાપવામાં આવે તે પહેલાં છેતરપિંડી અટકાવવાનો છે. ભારતમાં નકલી QR કોડ, નકલી UPI હેન્ડલ વગેરે જેવી UPI છેતરપિંડી ઝડપથી વધી છે. તેથી, આ નવી સિસ્ટમ જરૂરી છે જેથી સમય પહેલાં છેતરપિંડી અટકાવી શકાય.
હવે આ સિસ્ટમ હેઠળ, કેટલાક મોબાઇલ નંબરોને "છેતરપિંડીનું જોખમ"ના આધારે મધ્યમ, ઉચ્ચ અથવા ખૂબ ઉચ્ચ શ્રેણીમાં મૂકવામાં આવશે. આવા નંબરો પર UPI વ્યવહારો બંધ અથવા મર્યાદિત કરી શકાય છે.
કયા નંબરો પર અસર થશે?
જો કોઈ મોબાઇલ નંબરથી છેતરપિંડીની સતત ફરિયાદો આવતી રહે, અથવા તે નંબરનો વારંવાર નવા ફોન અથવા સિમમાં ઉપયોગ થઈ રહ્યો હોય, તો સિસ્ટમ આવા નંબરોને 'શંકાસ્પદ' ગણી શકે છે. અથવા એવા નંબરો પર UPI વ્યવહારો બ્લોક કરી શકાય છે જેની સામે સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ હોય, ખોટી KYC વિગતો આપવામાં આવી હોય, OTP/UPI પિન વારંવાર નિષ્ફળ ગયો હોય.
કઈ એપ્સને અસર થશે?
Paytm, PhonePe, Google Pay જેવી મોટી UPI એપ્સ અને બેંકો આ સિસ્ટમનો ભાગ છે. ભારતમાં 90% થી વધુ UPI વ્યવહારો આ પ્લેટફોર્મ દ્વારા થાય છે, તેથી અસર મોટી હોઈ શકે છે.
તમારો નંબર બ્લોક છે કે નહીં તે કેવી રીતે જાણવું?
હાલમાં એવી કોઈ જાહેર યાદી નથી કે જેનાથી તમે સીધા જાણી શકો કે તમારો નંબર બ્લોક છે કે નહીં. પરંતુ જો તમને નીચે આપેલા લક્ષણો દેખાઈ રહ્યા છે, તો સાવધાન રહો:
UPI સતત નિષ્ફળ થઈ રહ્યું છે, "ટ્રાન્ઝેક્શન અંડર રિવ્યૂ" અથવા "પ્રક્રિયા કરી શકાઈ નથી" જેવા સંદેશાઓ આવી રહ્યા છે, QR કોડ સ્કેન કર્યા પછી પણ ચુકવણી થઈ રહી નથી તો આવી સ્થિતિમાં તમારી બેંક અથવા UPI એપની હેલ્પલાઇનનો સંપર્ક કરો.
જો તમારો નંબર બ્લોક થઈ જાય તો શું કરવું?
એપમાંથી લોગઆઉટ કરો અને ફરીથી લોગ-ઈન કરો. આ પછી, તમારું KYC અને બેંક વિગતો અપડેટ કરાવો. સિમને તે જ ડિવાઇસમાં રાખો જેમાં તમે એપ ઇન્સ્ટોલ કરી છે. હજુ પણ જો તમને હજુ પણ કોઈ સમસ્યા હોય, તો તમારી બેંકના નોડલ ઓફિસર અથવા NPCIને ફરિયાદ કરો.