આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં મોડેલિંગ કરવા આવેલી 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીએ ક્યાં કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા જ સુરત આવેલી આ યુવતી બહેનપણીઓ સાથે રહેતી હતી. બહેનપણી ઘરે આવતા યુવતી લટકતી હાલતમાં મળી આવી હતી.

