આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ સવારે ૧૦.૩૦ વાગ્યે ગાંધીનગરમાં બે કિમી લાંબો રોડ શો કરશે, જ્યાં ૩૦ હજારથી વધુ ભાજપના કાર્યકરો તેમનું સ્વાગત કરશે. રોડ શો પછી, સવારે 11 વાગ્યે, પીએમ મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું અનાવરણ કરશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,006 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 22,055 ઘરોનું ઉદ્ઘાટન કરશે. આ પછી, પીએમ ₹ 1,000 કરોડના ખર્ચે બનેલા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 નો શિલાન્યાસ કરશે.

