
world news: સોમાલિયા દેશની રાજધાની મોગાદિશુમાં રવિવારે બપોરના સમયે એક પ્રચંડ આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં હુમલાખોર સૈન્ય છાવણીમાં ભરતી માટે પ્રતીક્ષા કરી રહેલા યુવકોને ટાર્ગેટ બનાવ્યા હતા. જેમાં 13 લોકો મોતને ભેટયા હતા, જ્યારે 21 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા.
સોમાલિયાની રાજધાની મોગાદિશુને વારંવાર અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબ ઉગ્રવાદી જૂથ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. જે એક દાયકાથી વધુ સમયથી બળવો ચલાવી રહ્યું છે અને ઇસ્લામિક કાયદો લાદવાના પ્રયાસમાં ઘણીવાર લશ્કરી અને સરકારી સ્થળો પર હુમલો કરે છે. "એક જોરદાર વિસ્ફોટ થયો અને તરત જ લોકો નાસભાગ કરવા લાગ્યા હતા. જ્યાં જુઓ ત્યાં બધે મૃતદેહો વિખરાયેલા હતા. સરકારી તંત્રએ તાબડોબ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. સુરક્ષા એજન્સીઓએ ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.