Home / Entertainment : Mohit Raina reprises role of Mahadev in Ranbir Kapoor's 'Ramayana'

રણબીર કપૂરની 'રામાયણ'માં મોહિત રૈના ફરી મહાદેવની ભૂમિકામાં, સની દેઓલને મળ્યું આ પાત્ર

રણબીર કપૂરની 'રામાયણ'માં મોહિત રૈના ફરી મહાદેવની ભૂમિકામાં, સની દેઓલને મળ્યું આ પાત્ર

નિતેશ તિવારી બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ 'રામાયણ' બનાવી રહ્યા છે. જેમાં રણબીર કપૂર રામની ભૂમિકા ભજવશે. રામાયણ ફિલ્મમાં રાવણના રોલમાં યશ, સીતામાતાના રોલમાં સાઈ પલ્લવી અને હનુમાનના રોલમાં સની દેઓલ જેવા મોટા દિગ્ગજ અભિનેતાનો સમાવેશ થાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મોહિત રૈના ભગવાન શિવની ભૂમિકા નીભાવશે

મળતી જાણકારી પ્રમાણે ટીવી એક્ટર મોહિત રૈના ફરી ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકા નીભાવશે. મોહિત રૈના ટીવી પર ભગવાન શિવનો રોલ નીભાવી રહ્યા છે. તેમણે 'દેવો કે દેવ મહાદેવ' માં આ રોલ થકી દરેક દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.

મોહિત રૈનાએ 'દેવો કે દેવ મહાદેવ' ટીવી શો સિવાય અન્યમાં...

મોહિત રૈના શિવના રોલ માટે ફિલ્મ 'રામાયણ'ના પ્રોડ્યૂસર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. જો કે, એ વાતની પુષ્ટિ નથી થઈ કે તેઓ આ રોલ ભજવશે કે નહીં. મોહિત રૈના ટીવી શો 'દેવો કે દેવ મહાદેવ' સિવાય અન્ય ઘણી ફિલ્મોમાં અને વેબ સીરીઝમાં પણ જોવા મળે છે.

ફિલ્મ રામાયણ બે ભાગમાં બની રહી છે. 2026માં દિવાળી પર તેનો પહેલો ભાગમાં રિલીઝ થશે. તેમજ ફિલ્મનો બીજો ભાગ 2027ની દિવાળીના તહેવાર પર રિલીઝ કરવામાં આવશે.

 

Related News

Icon