Home / Gujarat / Ahmedabad : Gujarat Rainfall: Heavy rain fell in 74 talukas of the state today, see where and how much rain fell?

Gujarat Rainfall : રાજ્યના 74 તાલુકામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

Gujarat Rainfall : રાજ્યના 74 તાલુકામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

Gujarat Rainfall : રાજ્યમાં આગામી 4 દિવસ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે સોમવારે (14 જુલાઈ) 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજે 74 તાલુકામાં વરસાદ 
રાજ્યમાં આજે (14 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.20 ઇંચ, તાપીના વ્યારામાં 1.65 ઇંચ, વલસાડના કપરાડામાં 1.61 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.54 ઇંચ, ખેડાના નડિયાદમાં 1.50 ઇંચ, સુરતના બારડોલીમાં 1.42 ઇંચ, વલસાડના પારડીમાં 1.10 ઇંચ, નવસારી અને છોટા ઉદેપુરમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

જ્યારે પંચમહાલના જાંબુઘોડા, નર્મદાના દેડીયાપાડા, તાપીના સોનગઢ, સુરતના પલસાણા, છોટા ઉદેપુરના નસવાડી, નવસારીના ગણદેવી સહિતના 64 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે. 
જુઓ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો

ગુજરાતમાં આજે 74 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ 2 - image

ગુજરાતમાં આજે 74 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ 3 - image

Related News

Icon