Home / Gujarat / Gandhinagar : Rain Forecast, Gujarat: Unstable cloud cover forecast for the next 4 days in the state, heavy rains will occur in these 13 districts

Rain Forecast, Gujarat: રાજ્યમાં આગામી 4 દિવસ અનરાધાર મેઘમહેરની આગાહી, આ 13 જિલ્લામાં થશે ભારે વરસાદ

Rain Forecast, Gujarat: રાજ્યમાં આગામી 4 દિવસ અનરાધાર મેઘમહેરની આગાહી, આ 13 જિલ્લામાં થશે ભારે વરસાદ

Rain Forecast, Gujarat: રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (14 જુલાઈ) 13 થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં રાજ્યમાં આજે સોમવારે 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

13 જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (14 જુલાઈ) સાંજે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

 આવતીકાલે આ ત્રણ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે મંગળવારે (15 જુલાઈ) અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.જ્યારે આગામી 16 થી 18 જુલાઈ સુધી રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદ થવાની શક્યતા છે.

Related News

Icon