
રોજે રોજ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં એક હીચકારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ST બસે મોપેડ પર જઈ રહેલી આધેડ મહિલાને અડફેટે લીધી હતી. જેથી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બસની અડફેટે આધેડ મહિલાનું મોત
સુરતના ઉધના ત્રણ રસ્તા નજીક દુર્ઘટનામાં આધેડ મહિલાનું કરુણ મોત નીપજ્યું છે.હેમાક્ષીબેન નામની મહિલાને તે સમયે અકસ્માતે ઈજા પહોંચી હતી જયારે તેઓ જિમ માટે મોપેડ લઈ પસાર થઈ રહયા હતા,આ દરમિયાન એસટી બસે અડફેટમાં લેતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પરિવારની ન્યાયની માગ
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાનું સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. ઘટના અંગે ઉધના પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. મહિલાના અવસાનને લઈને હેમાક્ષીબેનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સાથે જ ન્યાયની માગ કરવામાં આવી હતી.