Morbi News: મોરબીમાં યમુનાનગર પાસે સ્મશાન ભૂમિ પાસે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જ્યારે ફાયર વિભાગ ઘટના સ્થળે આગ બુજાવવા પહોંચ્યું ત્યારે ત્યાં મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને આ જથ્થો કોણ ફેકી ગયું ? નાગરીકો પાસે કેમ નહીં પહોંચ્યો? તેવાં સવાલો ઉભા થયા છે. જ્યારે નાગરિક અન્ન પુરવઠા અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સેમ્પલો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી હોવાનું જણાયું હતું
મોરબીમાં સ્મશાન પાસે કચરામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અને આ આગ બુજાવતી વેળાએ મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો જોવા મળ્યો હતો. જેમાં ઘઉં, દાળ તેમજ ચોખાનો જથ્થો જોવા મળ્યો હતો. અને આ જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી હોવાનું જણાતાં પુરવઠા વિભાગ દ્વારા ચકાસણી કરતા આ જથ્થો ગુજરાત અને મધ્યપ્રદેશનો અનાજનો જથ્થો એક્સપાયરી ડેટ હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું.
નાગરિક અન્ન પુરવઠાના અધિકારીઓએ સેમ્પલ લીધા
ગુજરાત અને મધ્યપ્રદેશનો સરકારી અનાજનો જથ્થો અહીં કોણ ફેંકાઈ ગયું ? નાગરિક સુધી કેમ ન પહોંચ્યો? આગ લાગી કે લગાડી ? આ તમામ તપાસના વિષય છે હાલ તો આ મામલે નાગરિક અન્ન પુરવઠાના અધિકારીઓએ સેમ્પલ લીધા છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ કસૂરવારોને શોધવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ પણ કરવામાં આવી છે.