ગુજરાતના મોરબીમાંથી ચોંકાવાનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મોરબીના ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં 16 વર્ષીય પ્રિત ગિરિશભાઈ ફળદુનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું. પ્રિત સ્વિમિંગ પુલમાં ન્હાવા પડ્યો હતો અને તે સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે ભારે હોબાળો મચ્યો હતો.

