Home / Gujarat / Morbi : 2 children drown in a dirty water tank and a well in Savarkundla in Morbi

Gujarat news: મોરબીમાં ગંદી પાણીની કુંડીમાં અને સાવરકુંડલાં કુવામાં 2 બાળકો ડૂબ્યા, પરિવારમાં શોકનો માહોલ

Gujarat news:  મોરબીમાં ગંદી પાણીની કુંડીમાં અને સાવરકુંડલાં કુવામાં 2 બાળકો ડૂબ્યા, પરિવારમાં શોકનો માહોલ

 સૌરાષ્ટ્રમાં ગફલતના કારણે નાના ભલકાઓ ડૂબી જવાની ઘટનાઓવધ ીરહી છે. ત્યારે મોરબી, અને સાવરકુંડલા પંથકમાં બે બાળકો ડૂબી જવાની કમનસીબ ઘટનાઓ બની છે. મોરબીના નવલખી ફાટક પાસે ગંદા પાણીની કુંડીમાં એક બાળક પડી જતા મૃત્યુ થયું છે. બીજા બનાવમાં સાવરકુંડલા તલુકાના લુવારા ગામની સીમના કૂવામાં બે વર્ષનું બાળક ડૂબી જતા મોત નીપજયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મોરબી શહેરમાં અનેક ખુલ્લી કુંડીઓ છે

મોરબી શહેરમાં અનેક ખુલ્લી કુંડીઓ છે જેમાં છાશવારે અબોલ પશુ અને બાળકો પડી જવાની ઘટના બનતી રહે છે આવી જ ઘટના આજે નવલખી રોડ પર બની હતી જ્યાં છ વર્ષનું માસૂમ બાળક ખુલ્લા નાળાની કુંડીમાં પડી જતા મોત થયું હતું.  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા રવિ સનાભાઇ નાયક (ઉ.વ.૦૬) નામનું બાળક નવલખી ફાટક પાસે સેન્ટ મેરી સ્કૂલના દરવાજા પાસે આવેલ ૮ / ૮ ફૂટની ખુલ્લી નાલાની કુંડીમાં પડી જતા બાળકનું કરુણ મોત થયું હતું.

બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા

બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા અને માસૂમ બાળકના મોતને પગલે પરિવારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા ખુલ્લા નાલાની કુંડીમાં પાણી અને કચરો હતો અને તેમાં બાળક પડી જતા મોત થયું હતું સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ તંત્રને રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તંત્રની બેદરકારીએ માસૂમ બાળકનો ભોગ લીધો છે બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને બનાવની વધુ તપાસ ચલાવી છે. 

બીજા કમનસીબ બનાવમાં સાવરકુંડલાના લુવારા ગામની સિમમાં આવેલછગનભાઈ છીંછરાના કુવામાં કોઈ ડૂબી ગયાની ઘટના અંગે અમરેલી ફાયર કંટ્રોલને જાણ થતા અમરેલી તેમજ સાવર કુંડલા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ હતી. અને ફકત પંદર મિનિટમાંજ લાશને બહાર કાઢવામાં આવેલ હતી. લાશની ઓળખ કરવામાં આવતા વિશાલ ચંદુભાઈ નાયકા ઉ.વ.2ની હોવાનું જાણવા મળેલ હતું. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરેલ હતી.

Related News

Icon