Morbi news: મોરબી શહેરમાં એકવાર ફરીથી જીએસટી વિભાગે ધામા નાખ્યા હોવાનું સામે આવ્યું છે. મોરબી શહેરના રાજપર ગામ પાસે આવેલી હિમાલય થર્મો પ્લાસ્ટ નામની ફેકટરીમાં જીએસટીએ ધામા નાખ્યા છે. આ ખાનગી ફેકટરી ઘરેલું વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે. સવારથી જીએસટી વિભાગના અધિકારીઓ આવીને ચેકિંગ કરી રહ્યા છે.

