દિલજિત દોસાંજએ લંડનમાં સૌથી મોંઘી કોફી પીધી હતી, પણ એની કોઈ ખાસ મજા નહોતી આવી. તેણે કહ્યું હતું કે આ કોફીના ખર્ચમાં તો હું ભારતમાં એક લગ્ન અટેન્ડ કરી શકું! દિલજિત હાલમાં લંડનમાં છે અને તે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની જીંદગી વિશે રીલ્સ શેર કરતો રહે છે. તે જ્યારે કોઈ નવી જગ્યા જાય છે અથવા કંઈક નવું અજમાવે છે, ત્યારે તે તેની રીલ્સ નિશ્ચિતપણે શેર કરે છે.

