Home / India : Tahawwur Rana was extradited to India with these conditions

'ના બીજા કેસમાં ટ્રાયલ, ના કોઈને સોંપી શકાશે', આ શરતો સાથે Tahawwur Ranaનું થયું ભારત પ્રત્યાર્પણ

'ના બીજા કેસમાં ટ્રાયલ, ના કોઈને સોંપી શકાશે', આ શરતો સાથે Tahawwur Ranaનું થયું ભારત પ્રત્યાર્પણ

મુંબઈ આતંકી હુમલાનો આતંકી તહવ્વુર રાણા અમેરિકાથી દિલ્હી પહોંચી ચૂક્યો છે. ત્યારે તેના પ્રત્યાર્પણનો મામલો ફરી એકવાર હેડલાઇન્સમાં છે. Tahawwur Rana પર ભારતમાં ફક્ત એજ કેસ ચલાવી શકાશે જે તેના પ્રત્યાર્પણ દરમિયાન યુએસ કોર્ટ સમક્ષ લેખિતમાં રજૂ કરવામાં આવ્યા છે.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નિયમો અને શરતો શું છે?

જણાવી દઈએ કે, અમેરિકાથી ભારત લાવ્યા પછી 1997ની ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત સરકાર કેટલાક કડક નિયમો અને શરતોથી બંધાયેલી છે. આ સંધિ ફક્ત બંને દેશો વચ્ચે કાનૂની સહયોગનું પ્રતીક જ નહીં પરંતુ એ પણ નક્કી કરે છે કે જે પણ વ્યક્તિ અથવા વાદીનું પ્રત્યાર્પણ કરવામાં આવી રહ્યું છે તેના અધિકારોનું સન્માન કરવામાં આવે. હવે આ કિસ્સામાં એ જોવું મહત્વપૂર્ણ છે કે આ પ્રત્યાર્પણ પછી ભારત કઈ મુશ્કેલીઓ અને જવાબદારીઓનો સામનો કરી રહ્યું છે. પહેલા જાણીએ કે Tahawwur Rana ના પ્રત્યાર્પણ માટે કઈ શરતો છે?

જે ગુના માટે પ્રત્યાર્પણ કરવામાં આવી રહ્યું છે તે જ કેસ ચાલશે

ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિનું સૌથી મહત્વપૂર્ણ પાસું "વિશેષતાનો નિયમ" છે. આ નિયમ હેઠળ Tahawwur Rana ને ભારતમાં ફક્ત તે ગુના માટે જ અટકાયતમાં લઈ શકાશે જે અંતર્ગત તેની સામે કેસ ચલાવી શકાય અથવા સજા કરી શકાય જેના માટે તેનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. જો ભારત સરકાર તેના પર અન્ય કોઈ ગુના માટે કેસ ચલાવવા માંગે છે, તો તે શક્ય બનશે નહીં. સિવાય કે ગુનો પ્રત્યાર્પણના મૂળભૂત તથ્યો સાથે જોડાયેલો હોય, પ્રત્યાર્પણ પછી થયો હોય અથવા અમેરિકા દ્વારા ખાસ છૂટ આપવામાં આવી હોય. આ નિયમ રાણાના અધિકારોનું રક્ષણ કરે છે અને ભારતને તેની કાર્યવાહી સિમિત રાખવા મજબૂર કરે છે. 

બીજા કોઈ દેશને સોંપી નહીં શકે

શું ભારત તહવ્વુર રાણાને ત્રીજા દેશને સોંપી શકે છે? જવાબ ના છે. સિવાય કે અમેરિકા તેની સ્પષ્ટ સંમતિ આપે. સંધિ મુજબ પ્રત્યાર્પણ પહેલાં કરેલા કોઈપણ ગુના માટે રાણાને ત્રીજા દેશમાં મોકલી શકાતો નથી. આ શરત ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની વિશ્વસનીયતા જાળવી રાખવાની ફરજ પાડે છે.

ભારતમાં ન્યાયી સુનાવણીનો અધિકાર

પ્રત્યાર્પણ પછી તહવ્વુર રાણાને ભારતમાં ન્યાયી ટ્રાયલનો અધિકાર મળશે. આ માત્ર ઔપચારિકતા નથી પણ ભારતીય કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ધોરણોનો એક આવશ્યક ભાગ છે. તહવ્વુર રાણા સામે કોઈ ભેદભાવ ન થાય અને કાયદાકિય પ્રક્રિયા પારદર્શક રહે તેનું ભારતે ધ્યાન રાખવું પડશે. આ નિયમ ભારતની ન્યાયિક વ્યવસ્થા પર પણ મોટી જવાબદારી મૂકે છે.

ભારતે આ સમગ્ર પ્રક્રિયાનો ખર્ચ ઉઠાવવો પડે છે

પ્રત્યાર્પણ પ્રક્રિયા સસ્તી નથી. સંધિ હેઠળ વિનંતી કરનાર દેશ અર્થાત ભારતે આ સમગ્ર પ્રક્રિયાનો ખર્ચ ઉઠાવવો પડે છે. જોકે, બંને દેશો વચ્ચે ખાસ નાણાકીય કરારો પણ થઈ શકે છે. રાણાના કિસ્સામાં એ જોવું રસપ્રદ રહેશે કે આ ખર્ચ કેટલો મોટો હશે અને તે કેવી રીતે મેનેજ કરાશે. 

ભારતે પોતાના કાયદાઓનું પાલન કરવું પડશે, જેમાં ૧૯૬૨નો પ્રત્યાર્પણ કાયદો મુખ્ય છે. આ કાયદો પ્રત્યાર્પણ કરાયેલા વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. નિયમોથી કોઈપણ પ્રકારની બેદરકારી કે વિચલન માટે કોઈ અવકાશ નથી, નહીં તો ભારતની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવી શકાય છે.

મુખ્ય ઘટનાઓ 

ઓગસ્ટ ૨૦૨૪: અમેરિકાની નવમી સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણના આદેશને સમર્થન આપ્યું. આ નિર્ણયથી રાણા સામે ભારતના દાવાને મજબૂતી મળી.

નવેમ્બર ૨૦૨૪: રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં રિટ ઓફ સર્ટિઓરારી (સમીક્ષા અરજી) દાખલ કરી, જેમાં અપીલ કોર્ટના નિર્ણયની સમીક્ષાની માંગ કરવામાં આવી. આ તેના દ્વારા એક મોટું કાનૂની પગલું હતું.

જાન્યુઆરી ૨૦૨૫: અમેરિકન સુપ્રીમ કોર્ટે રાણાની અરજી ફગાવી દેતા ભારત માટે પ્રત્યાર્પણનો માર્ગ સરળ બન્યો.

માર્ચ ૨૦૨૫: રાણાએ પ્રત્યાર્પણ રોકવા માટે કટોકટી અરજી દાખલ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને પણ ફગાવી દીધી. આ તેના દ્વારા છેલ્લો મોટો પ્રયાસ હતો.

૭ એપ્રિલ ૨૦૨૫: યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની અંતિમ અપીલ ફગાવી દેતાં જ તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવતી બધી કાનૂની અડચણો દૂર થઈ ગઈ.

Related News

Icon