
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ પતરા ના શેડ સામે પાલિકા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં રાજકોટ જેવી દુર્ઘટનાઓ ન બને તે માટે સાવચેતીરૂપ કાર્યવાહી કરાઈ છે. પાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે કાર્યરત અંદાજે 15થી વધુ દુકાનો સીલ કરી દેવામાં આવી છે.
મંજૂરી વગર અન્ય હેતુથી વેપાર
આ દુકાનોમાંથી મોટાભાગના પતરા શેડ ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા હતા, તો કેટલીક દુકાનોમાં મંજૂરી વગર અન્ય હેતુથી વેપાર ચલાવવામાં આવી રહ્યો હતો. અમુક દુકાનદારો દ્વારા ટેમ્પરરી સ્ટ્રક્ચર અંગે પાલિકાને પરવાનગી માટે અરજી કરાઈ હોવાની માહિતી પણ સામે આવી છે.
દુકાનદારોમાં ફફડાટ
જોકે અત્યાર સુધી પાલિકા તરફથી કોઈ પ્રકારની અધિકૃત મંજૂરી આપવામાં આવી નથી. આ કામગીરીથી સ્થાનિક દુકાનદારોમાં ચકચાર વ્યાપી ગઈ છે, જ્યારે શહેરની જનતાએ સલામતીના પાલિકાના પગલાનું સ્વાગત કર્યું છે.