ખેડા જિલ્લાના મહુધાના મહિસા ગામે બુધવારે યુવક અને યુવતીના મૃતદેહો મળી આવ્યા હતા. યુવતી લગ્નના આગળના દિવસે ઘરેથી ભાગી ગઇ હતી. યુવક અને યુવતી ડાકોર આવીને આશરો શોધતા હતા. તેવામાં મૂળ પંચમહાલના અને હાલ ઠાસરના ખીજપુરમાં રહેતા યુવકે મહિસા ગામે ખેતરમાં યુવક અને યુવતીને આશરો આપ્યો હતો અને રાત્રે યુવકની બોથડ પર્દાથ મારીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં આરોપીને ખીજલપુરથી પોલીસે ધરપકડ કરીને ડબલ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

