
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. મોબાઈલના રૂપિયામાં થયેલી બોલાચાલી આખરે હત્યામાં પરિવર્તિત થઈ.
તિક્ષ્ણ હથિયાના ઘા ઝીંકાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, અરબાજ ઉર્ફે બાંદ્રા નામના યુવાનની ચપ્પુના ઘા ઝીલીને હત્યા કરવામાં આવી છે. આ ગંભીર ગુનો અનવર શેખ અને તેના બે પુત્ર દ્વારા અંજામ અપાયો હોવાનું સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓએ મોબાઈલના પૈસાની ઉઘરાણી દરમ્યાન અરબાજ સાથે વિવાદ થયો હતો, જે ગુસ્સામાં ચપ્પુ મારીને અરબાજને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો.
ટીમો કામે લાગી
ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે,"મોડી રાત્રે લિંબાયત વિસ્તારમાં થયેલી હત્યાની ઘટના ગંભીર છે. પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતી મુદ્દે વિવાદ હોવાની માહિતી મળી છે. આરોપીઓના પકડ માટે ટીમો કામે લાગી ગઈ છે.