Home / Gujarat / Surat : Shocking incident in Kamrej, lover pushes young woman

Surat News: કામરેજમાં હચમચાવી દેનારી ઘટના, પ્રેમીએ યુવતિને પાંચ માળેથી ધક્કો મારી કરી હત્યા

Surat News: કામરેજમાં હચમચાવી દેનારી ઘટના, પ્રેમીએ યુવતિને પાંચ માળેથી ધક્કો મારી કરી હત્યા

 સુરતમાં હત્યાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ક્રાઇમ રેટ વધતા પોલીસની કામગીરી અને સુરક્ષા અને કાયદા પર પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. સુરતમાં 'સબ સલામત'ના દાવા જાણે પોકળ સાબિત થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે ગુનેગારો બેફામ બનીને એક પછી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાંચમા માળેથી માર્યો ધક્કો

સુરતના કામરેજમાં હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. જેમાં યુવતીના પ્રેમીએ પોતાની પ્રેમિકાને પાંચમા માળેથી ધક્કો મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. કોઇ કારણોસર તરકાર થતાં હત્યા કરી દેવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પોલીસને બનાવની જાણ થતાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

માથાકૂટ થઈ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કામરેજ ગામે યુવતીની હત્યાના સમાચાર બાદ ભારે હાહાકાર મચી ગયો છે. કામરેજના શ્યામ સુંદર એપાર્ટમેન્ટમાં પાંચમા માળેથી પ્રેમીએ યુવતિને ધક્કો મારી મોતને ઘાટ ઉતારી હોવાનો આરોપ છે. કોઇ અગમ્ય કારણોસર બંને વચ્ચે માથાકૂટ થતાં પ્રેમીએ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. યુવકની પૂછપરછ બાદ જ હત્યા પાછળનું કારણ જાણી શકાય એમ છે. પોલીસે હાલ યુવકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. 

 

TOPICS: surat kamrej murder
Related News

Icon