Mehsana news: મહેસાણા જિલ્લાના નંદાસણ નજીક સત્યમેવ જીઆઈડીસીમાં અવાવરું સ્થળે 30 વર્ષીય દર્શન પ્રજાપતિ નામના યુવકની તેના જ મિત્રએ હત્યા કરી હતી. જો કે આ હત્યા કરવા પાછળ શું કારણ હતું તે અકબંધ રહ્યું હતું. હત્યાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે 21 વર્ષીય આરોપી ઋત્વિક મકવાણાની અટકાયકત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

