
Nadiad News: ગુજરાતમાં એક તરફ પોલીસ ગુનાહિત ઈતિહાસ ધરાવનાર લોકો સામે કાર્યવાહી કરી રહી છે, બીજી તરફ ચોર લૂંટારાઓની ટોળકી સતત કાર્યરત જોવા મળી રહી છે. એવામાં નડિયાદમાં એક મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં આખરે પોલીસે તમામ આરોપીને ઝડપી લીધા છે. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં પ્રભુકૃપા સોસાયટીમાં થયેલી કરોડથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો છે.
લાખો રુપિયા રોકડા, સોનું તથા ચાંદી ચોર્યું હતું
ખેડા જિલ્લામાં સીરપ કાંડના મુખ્ય આરોપી યોગી સિંધીના ઘરમાં એક સપ્તાહ પૂર્વે ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં 80 લાખ રોકડા, 60 તોલા સોનું અને ચાંદીની ઘરફોડ ચોરી થઇ હતી. નવઘણ તળપદા રીઢો ગુનેગાર પોલીસના હાથે ઝડપાયો છે અને સંડોવાયેલા ચારની અટકાયત કરી છે. આણંદ જિલ્લાના ઓડ ગામના વિષ્ણુ તળપદા, સમીર તળપદા અને ભાવનગરના રમેશ ડોડીયાને ખેડા એલસીબીએ ઝડપી લીધા છે.
પોલીસે સોનું અને ચાંદી કબ્જે કર્યું
આરોપીઓ પાસેથી પોલીસે 60 તોલા સોનું અને 700 ગ્રામ ચાંદી કબજે કર્યું છે. 80 લાખ પૈકી પોલીસે 23 લાખ રોકડ કબજે કર્યાં છે જયારે અન્ય મુદ્દામાલ રીકવર કરવાનો બાકી છે. પોલીસે કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે જયારે સૂત્રધાર વિષ્ણુ તળપદા પોલીસ પકડથી હજુપણ દૂર છે.