
Canada news: કેનેડામાં એકવાર ફરીથી ભારતીય વિદ્યાર્થિનીનું મોત થયાનું સામે આવ્યું છે. કેનેડાના કેલગરી યુનિવર્સિટીમાં એક ભારતીય વિદ્યાર્થિનીનું મોત થયું છે. વાંકુવરમાં ભારતીય એલચી કચેરીએ ગુરુવારે આ અંગેની જાણકારી આપી હતી. મૃતક ભારતીય વિદ્યાર્થિનીનું નામ તાન્યા ત્યાગી છે. અચાનક થયેલા નિધનથી દુ:ખ વ્યક્ત કર્યું હતું. વધુમાં એલચી કચેરીએ જણાવ્યું કે, દૂતાવાસ અધિકારીઓના સંપર્કમાં છે અને શોકાતુર પરિવારને તમામ મદદ કરવામાં આવશે. આ હજી નક્કી નથી થયું કે, ભારતીય વિદ્યાર્થિનીનું મોત કઈ પરિસ્થિતિમાં થયું છે.
કોન્સ્યુલેટે મૃતકોના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કોન્સ્યુલેટે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, "કેલગરી યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થી તાન્યા ત્યાગીના અચાનક મૃત્યુથી અમને દુઃખ થયું છે. કોન્સ્યુલેટ અધિકારીઓના સંપર્કમાં છે અને શોકગ્રસ્ત પરિવારને જરૂરી તમામ સહાય પૂરી પાડશે. અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવાર સાથે છે."
https://twitter.com/Ishutyagi91/status/1935558637063168314
હાર્ટએટેકથી મૃત્યુ થયાનો દાવો
મળતી માહિતી અનુસાર, મૃતક તાન્યાના મૃત્યુના કારણ અથવા સંજોગો વિશે હજુ સુધી વધુ માહિતી જાહેર કરી નથી. જો કે, ઈશુ ત્યાગી નામના યુઝરે X પર પોસ્ટ કરી હતી, જેમાં ભારતના વડાપ્રધાન કાર્યાલય (PMO)ને ટેગ કરીને મદદ માંગી હતી અને દાવો કર્યો હતો કે તાન્યાનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું. તેમણે લખ્યું હતું કે, "ઉત્તર-પૂર્વ દિલ્હીની 559/11D, લેન નંબર 12, વિજય પાર્ક ખાતે રહેતી વિદ્યાર્થી તાન્યા ત્યાગી અભ્યાસ માટે કેનેડા ગઈ હતી. 17 જૂન 2025ના રોજ તેણીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. વિદ્યાર્થિનીના પરિવારે પીએમ મોદીને મૃતદેહ પરત લાવવામાં મદદ માટે અપીલ કરી છે.
પહેલા પણ વિદ્યાર્થિનીનું મોત થયું હતું
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના આશરે 50 દિવસ અગાઉ કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનું મોત થયું હતું. ભારતીય વિદ્યાર્થિની વંશિકા જે પહેલા 4 દિવસથી ગુમ હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળ્યો હતો. વંશિકા ભારતના પંજાબ રાજ્યના ડેરા બસ્સીની મૂળ નિવાસી હતી. વંશિકા 25 એપ્રિલે ગુમ થઈ હતી. જ્યારે તે એક રુમ જોવા નીકળી હતી. તેનો મોબાઈલ ફોન પણ બંધ થયો હતો અને તેની એક જરુરી પરીક્ષા પણ ચુકી ગઈ હતી. વંશિકાનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં દરિયા કિનારે મળ્યો હતો.