Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં ચૈતર વસાવાને લાવવામાં આવ્યા છે. પોલીસે કયા ગુનામાં ધરપકડ કરી છે તેની જાણકારી પણ તેઓ આપતા નથી. આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકલ ક્રાઈમ બ્રાંચની કચરી ઉપર ઉમટ્યા હતા અને પોલિસ ભાજપનો ખેસ પેરી લો તેવા સુત્રોચાર કર્યા હતા.
ચૈતર વસાવાની પત્નીઓ પણ રાજપીપલા ખાતે પહોંચી
મનરેગા કૌભાંડ ઉજાગર કરતા ચૈતર વસાવાને હેરાન પરેશાન કરવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે તેવો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આક્ષેપ કરી રહ્યા છે. DySP સહિત મહિલા મોરચાના હોદ્દેદારો પણ પહોંચ્યા હતા. ચૈતર વસાવાને 70 કિલોમીટરનો ફેરો ફેરવીને રાજપીપલા ખાતે લાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે, અને આ મામલે ફરિયાદ નોંધાતા ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.