Home / Gujarat / Kheda : 6 drowned in Meshvo river in Naroda in Mehmadabad, bodies of 3 teenagers recovered

મહેમદાવાદમાં મેશ્વો નદીમાં નરોડાના 6 કિશોર-કિશોરી ડૂબ્યા, 3ના મૃતદેહ બહાર કઢાયા

મહેમદાવાદમાં મેશ્વો નદીમાં નરોડાના 6 કિશોર-કિશોરી ડૂબ્યા, 3ના મૃતદેહ બહાર કઢાયા

મહેમદાવાદમાં મેશ્વો નદીમાં કિશોર-કિશોરી અને યુવતી સહિત 6 ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. નાહવા જતી વખતે ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સ્થાનિક તરવૈયાનીએ નદીમાંથી 3ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્યની શોધખોળ શરૂ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મેશ્વો નદીમાં 6 ડૂબ્યા, 3ના મૃતદેહ બહાર કાઢ્યાં

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી બચવા માટે નદીમાં નાહવા જતા દૂર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં મહેમદાબાદના કનીજ ગામ પાસેની મેશ્વો નદીમાં નાહવા જતી વખતે બુધવાર (30 એપ્રિલ, 2025) નદીમાં કિશોર, કિશોરી અને યુવતી સહિત 6 ડૂબ્યા હતા. મળતી માહિતી મુજબ, યુવતી સહિતના કિશોર-કિશોરી નદીમાં નાહવા જતા ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. 

આ દુર્ઘટનામાં અમદાવાદ નરોડાના દિવ્યા સોલંકી, ફાલ્ગુની, ધ્રુવ, જીનલ, મયુર અને કનીજના ભૂમિકા ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. દુર્ઘટનામાં 3ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે.

 

 

Related News

Icon