
છોટાઉદેપુરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ગત મોડીરાતે પરિણામો આવ્યાં હતાં. જેમાંનસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ભાઈ-બહેનની જોડી વિજેતા બની છે. એક મહિલાને હરાવવા માટે તાલુકા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ, ભાજપ પ્રેરિત પેનલના સભ્યની હાર થતાં શોભજનક સ્થિતિમાં મુકાયા હતા.
ભારે પ્રચાર સામે વિજયી
નસવાડીના વોર્ડ નંબર 8 ના સરકાર ફળિયા ચાર રસ્તાના મેમણ તરન્નુમ અબ્દુલ કાદિર સ્ટેશન વિસ્તારમાં ઉભા રહ્યા હતા. તેઓની સામે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર સોલંકી અસ્મિતાબેન ગજેન્દ્રસિંહ ઉભા રહ્યા હતા. આ વોર્ડમાં 775 જેટલા મત હતા. તેની સામે 570 જેટલા મતોનો મતદાન થયું હતું. જ્યારે તેઓ 270 મતથી જીત્યા હતા. ભાજપ પ્રેરિત પેનલ માટે પ્રચાર માટે ભાજપ તાલુકા પ્રમુખ સહિત ભાજપના નેતાઓ પ્રચાર માટે ઉતર્યા હતા. ભાજપના નેતાઓ મેદાનમાં હોવા છતાં એ ભાજપ પ્રેરિત પેનલના સભ્યોની હાર થઈ હતી.
ઈતિહાસ રચ્યો
વોર્ડ નંબર 12માં મેમણ શકીલભાઈ હનીફભાઈ સહકાર પેનલમાંથી ઉમેદવારી કરી હતી. ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર તરીકે મન્સૂરી અજરૂદ્દીન રાજુભાઈ ઉમેદવારી કરી હતી. વોર્ડ નંબર 12માં 442 મતોનું મતદાન થયું હતું. જેમાં મેમણ શકીલભાઈ હનીફભાઈને 259 મતોથી વિજેતા થયા હતા. જ્યારે 12માં વોર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલના સભ્યની હાર થતા ભાજપ છાવણીમાં હડખમ મચી ગયો છે. આ ભાઈ બહેનની જોડીએ નસવાડી ગ્રામ પંચાયતમાં વિજેતા બનીને અત્યાર સુધીનો ઇતિહાસ રચ્યો છે.