
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી રોડ ઉપર 11 કેવીની વીજલાઇન તેમજ અન્ય વીજલાઇન જીવતા બોંબ સમાન બની છે. વીજલાઈન મકાનો ઉપરથી પસાર થતી હોવાથી મોટી દુર્ઘટના સર્જાય શકે તેમ છે.
રજૂઆત છતાં કામગીરી નહી
કુકાવટી રોડ ઉપર વારંવાર વીજલાઇન માં ધડાકા થાય છે સ્થાનિક લોકોએ મધ્યગુજરાત વીજકંપની ના અધિકારીઓ ને રજૂઆત કરવા છતાંય વીજલાઇન મુખ્ય રસ્તા ઉપર ફેરવવામાં આવતી નથી જંગલ ઝાડીઓ માં વીજલાઇન હોવાથી વારંવાર ફોલ્ટ સર્જાય છે અને જીવતા વીજવાયરો તૂટી પડે છે અને ધડાકા ભડાકા થાય છે નજીક માં ધાર્મિક સ્થળ આવેલું છે પ્રાથમિક શાળા આવેલી છે કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી હોનારત બને તેમ છે.
વીજ ઉપકરણોને નુકસાન
આ વિસ્તાર માં વીજફોલ્ટ થાય ત્યારે અનેક મકાનો ના વીજ ઉપકરણો ને નુકશાન થાય છે મધ્યગુજરાત વીજકંપની ના અધિકારીઓ એ વીજલાઇન નાખી ત્યારે કોઈ પણ પરવાનગી મકાન માલિકો પાસે લીધી નથી અને સોસાયટીના પ્લૉટ ઉપર થી વીજલાઇન જતી હોવાથી મધ્યગુજરાત વીજકંપની આ વીજલાઇન ખસેડતી નથી જેના કારણે લોકો માં ભારે રોષ