Home / Gujarat / Navsari : Bike rider dies after falling asleep

Navsari: જલાલપોરમાં બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત, અન્ય 1 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

Navsari: જલાલપોરમાં બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત, અન્ય 1 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

Navsari News: ગુજરાતભરમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં નવસારીમાંથી ગંભીર અકસ્માતનો મામલો સામે આવ્યો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં બાઈક ચાલકને ગંભીર અકસ્માત નડ્યો હતો. જલાલપોર તાલુકામાં અબ્રામા અમલસાડ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, નવસારીથી છાપર ગામ જતાં બાઈક સવાર બે વ્યક્તિઓને અકસ્માત નડ્યો હતો. ખરસાડ ગામની સીમા નજીક બાઇક સ્લીપ થઈ જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત અન્ય એક યુવકને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે ઘટનામાં છાપર ગામના વિજય પટેલ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ અમલસાડ આઉટ પોસ્ટને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Related News

Icon