Home / Gujarat / Navsari : BJP MLA's shocking confession regarding Panchayat elections

Navsariમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ ધારાસભ્યની ચોંકાવનારી કબૂલાત

Navsariમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ ધારાસભ્યની ચોંકાવનારી કબૂલાત

Navsari News: ગુજરાત આવતીકાલે રવિવારે (22 જૂન) 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. તેવામાં વલસાડના ઉમરગામના ભાજપના ધારાસભ્ય રમણ પાટકરે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ચોંકાવનારી કબૂલાત કરી હતી. બીજી તરફ, ભાજપે પાટકરના નિવેદન સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ મામલે કોંગ્રેસે કહ્યું કે, 'આ તો લોકશાહીનું હનન છે...'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

MLA રમણ પાટકરનું વિવાદિત નિવેદન

વલસાડના ઉમરગામના ભાજપના ધારાસભ્ય રમણ પાટકરે પળગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારના સમર્થનમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. ગત શુક્રવારે પાટકર પળગામ ખાતે તેમણે પોતાના સમર્થિત સરપંચોને રૂપિયા આપ્યા હોવાનું જાહેરમાં જણાવ્યું હતું. સમગ્ર મામલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જ્યારે ધારાસભ્યએ જાહેરમાં તે વિસ્તારમાં અઢી હજાર એકરની જમીનનો ગોટાળો થયો અને ક્રિકેટ મેદાનમાં પણ બોગસ દસ્તાવેજ થયા હોવાની કબૂલાત કરી હતી.

પાટકરે જણાવ્યું હતું કે, ગામમાં સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે તો જ વિકાસ થશે. એટલે પાર્ટી સાથે જોડાયેલા ઉમેદવારોને જીતાડવા માટે તેમણે અપીલ કરી હતી. જ્યારે પાટકરના વિવાદિત નિવેદનને ભાજપે તેમના પોતાનું વ્યક્તિગત નિવેદન હોવાનું જણાવ્યું હતું. 'ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, રમણ પાટકરના નિવેદન સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી.'

કોંગ્રેસની પ્રતિક્રિયા

ભાજપના ધારાસભ્ય રમણ પાટકરના વિવાદિત નિવેદનને પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી જણાવ્યું હતું કે, 'ધારાસભ્યને જીતાડવા ભાજપની ધાક ધમકી અને ભાજપાનો અસલી ચહેરો સામે આવ્યો છે. શું ભાજપ પોતાના ખિસ્સામાંથી ગ્રાન્ટ આપે છે? આ તો લોકશાહીનું હનન છે.'

Related News

Icon