Navsari News: ગુજરાતમાંથી સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં ફરી નવસારીમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં નવસારી જિલ્લામાં ગણદેવી રોડ ઉપર ટેન્કર પલટી ખાઈ ગયું હતું. નવસારી જિલ્લામાં ગણદેવી રોડ ઉપર રાજહંસ સિનેમા પાસે પેટ્રોલ-ડીઝલ ભરેલ ટ્રક રસ્તા પર પલટી ગયું હતું. મોટી દુર્ઘટના ન થાય તે માટે તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી.

