
નવસારીની હોટલમાં યુવતીના ભેદી સંજોગોમાં મોત મામલે મોટો ખુલાસો થયો છે. શરીર સંબંધ બાંધતી વખતે યુવતીના શરીરમાંથી લોહી નીકળતા યુવતીનું મોત થયું હતું. આ ઘટના મામલે પોલીસે પ્રેમી વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.
બનાવની વિગત જોઇએ તો 23 સપ્ટેમ્બરે ચીખલીના નોગામા ગામમાં રહેતો યુવાન પ્રેમિકાને નવસારીમાં આવેલી હેપી સ્ટે હોટલમાં શરીર સંબંધ બાંધવા માટે લઇને આવ્યો હતો. શરીર સંબંધ બાંધવા દરમિયાન યુવતીના શરીરના ગુપ્ત ભાગે વધુ પડતું લોહી નીકળતા યુવાને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું તે માટે Google સર્ચ કર્યું હતું. બે કલાકથી વધુ સમય લોહીનો વેડફાટ થતા અને કોઇ સારવાર ના મળતા યુવતીનું મોત થયું હતું. આ ઘટનામાં જલાલપુર પોલીસે મૃતક પિતાની ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરી છે.
26 વર્ષીય ભાર્ગવ પટેલ નામના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બનાવ્યો હતો. બે વર્ષના પ્રેમ ગાળા દરમિયાન 23મી સપ્ટેમ્બરના રોજ બપોરે ભાર્ગવે યુવતીને શરીર સંબંધ બાંધવાના ઇરાદે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ હેપ્પી સ્ટેના રૂમમાં લઈ આવ્યો હતો. જેમાં તેણે યુવતી સાથે શરીર સંબંધ બાંધતા તેણીના શરીરના ગુપ્ત ભાગ માંથી લોહીની ધારા શરૂ થઈ હતી. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા યુવાને Google સર્ચ કરી કઈ રીતે લોહી બંધ કરવું તેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીના શરીરમાંથી વધુ પડતુ લોહી વહી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં ફરજ પર હાજર તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી.
પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે જો આરોપી યુવાન ભાર્ગવ પટેલે યુવતીની ગંભીર સ્થિતિમાં સમયનો વેડફાટ ન કર્યો હોત તો તે કદાચ જીવતી બચી શકી હો. પોલીસે યુવક વિરૂદ્ધ BNS 105,238 મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.