
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઉંભરાટ ગામમાં દુખદ ઘટના બની છે. વેસ્મા ગામનો યુવક વિશાલ હળપતી, તેના ચાર મિત્રો સાથે સોમવારના રોજ બપોરે ઉંભરાટ દરિયા કાંઠે ફરવા ગયો હતો. ન્હાવાનું મન થતાં વિશાલ પાણીમાં ઉતર્યો હતો, પરંતુ મધ દરિયે જતા તે ગભરાઇ ગયો અને ડૂબવા લાગ્યો.
મિત્રોની નજર સામે ડૂબ્યો
સાથે ગયેલા મિત્રોએ મદદ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે જલ્દી જ નજરો સામે ખોવાઈ ગયો. તરત જ ઘટનાની જાણ સ્થાનિક તંત્રને કરવામાં આવી હતી અને શોધખોળ શરૂ કરાઈ હતી.અંતે મંગળવારના દિવસે, વધુ પાણી હોવાથી દરિયામાં ડૂબેલો યુવાન તણાયેલી હાલતમાં દરિયા કિનારે મળી આવ્યો. પરિવાર માટે આ ઘટના એક મોટી દુઃખદ ઘડી બની હતી. વિશાલ પરિવારનો એકમાત્ર લાડકવાયો પુત્ર હતો, જેના કારણે માતા નિરાધાર બની ગઈ છે.જલાલપોર પોલીસે તરત ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મરોલી સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારનો એકનો એક દીકરો હતો
મરોલી પોલીસ ઈન્સ્પેક્ટર ડી.જે.પટેલ અને સ્ટાફે દરિયા કિનારે જઇ મૃતદેહની શોધખોળ કરવા માટે માર્ગ દર્શન પણ આપ્યું હતું. આદિવાસી પરિવારનો એકનો એક દીકરો હતો વિશાલ હળપતિ પરિવારમાં એકનો એક દીકરો હોય હાલ મજૂરી કામ કરતા હોય આર્થિક રીતે માતાને મદદ પણ કરતો હતો. મિત્રો સાથે દરિયા કિનારે જતા નાહવાની લાલચ રોકી ન શક્યો અને કાળનો કોળિયો બની ગયો હતો.