નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET (UG)ની પરીક્ષા આગામી 4 મે, 2025ના રોજ યોજાશે. ગેરરીતિ અટકાવવા નીટની પરીક્ષામાં કેટલાક મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમવાર એકપણ ખાનગી સંસ્થાને નીટની પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવશે નહીં, ફક્ત સરકારી સંસ્થાઓમાં જ પરીક્ષા લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થીઓને પેપરમાં મળતો ઓપ્શનનો લાભ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

