Home / Gujarat / Rajkot : 85 students guaranteed 650+ marks in NEET exam, 8 students from Gujarat under suspicion

NEETની પરીક્ષા નથી 'નીટ એન્ડ ક્લિન', 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સની ગેરંટી; ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં

NEETની પરીક્ષા નથી 'નીટ એન્ડ ક્લિન', 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સની ગેરંટી; ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં

દેશભરમાં MBBS માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEETની પરીક્ષા દેશભરમાં આવતી કાલે 4 મેના રોજ લેવામાં આવશે. આ પરીક્ષામાં ગુજરાતમાંથી અંદાજિત 80 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે. જ્યારે દેશભરમાંથી 23 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. ગત વખતે NEETની પરીક્ષામાં ગેરરીતિનું ગોધરા કનેક્શન નીકળ્યું હતું. આ વખતે સરકારે સખ્તાઈ અપનાવી પરંતુ પનો ટુંકો પડ્યો હોય તેવું લાગે છે. કારણ કે, એજન્ટો દ્વારા 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650+ માર્ક્સ અપાવી દેવાનો પેતરો રચ્યાની વિગતોનો ઓડિયો લીક થતાં સમગ્ર ઘટના ચર્ચામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં 

NEETની પરીક્ષામાં આ વખતે પણ વચેટિયાઓ સક્રિય થઈ ગયા છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યો સુધી આ વચેટિયાઓનું નેટવર્ક ફેલાયેલું છે. કાલે લેવાનારી NEETની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની વાલીઓને ગેરંટી અપાઈ છે. આ ઘટના બહાર આવતાં ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં છે. આ એજન્ટ અને વાલી વચ્ચેની વાતચીતનો ઓડિયો લીક થતાં એવું લાગે છે કે આ વર્ષે પણ NEETની પરીક્ષા નીટ એન્ડ ક્લિન નથી.

જણાવી દઈએ કે, રાજકોટમાં રહેતા એક વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવી હોટેલમાં કરેલી ડીલની વિગતો બહાર આવી છે.વચેટિયાએ રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક વાલીનો સંપર્ક કર્યો હતો.  એક વાલી આની ખરાઈ કરવા માટે એજન્ટને મળવા અમદાવાદની સ્કાયલેન્ડ હોટેલમાં ગયા હતા. જ્યાં એજન્ટે નીટમાં વધુ માર્ક લાવવા માટે કેટલા રૂપિયા આપવા અને પછી શું શું કરવાનું તે સમજાવ્યું હતું. એક વિદ્યાર્થીને નીટમાં 650+ માર્ક લાવી આપવા રૂ.75 લાખથી 1 કરોડ કિંમત બતાવી હતી.

એક વિદ્યાર્થીને નીટમાં 650+ માર્ક લાવી આપવા રૂ.75 લાખથી 1 કરોડ કિંમત 

મેડિકલમાં પ્રવેશ માટે મહત્વની એવી નીટની એક્ઝામમાં પૈસા લઈને 650+ માર્ક અપાવી દેવાનું ષડયંત્ર રચાયું હોવાની વિગતો બહાર આવી છે. NEETની પરીક્ષામાં આ એજન્ટોએ ગોઠવેલા ષડયંત્રમાં ગુજરાતના 8 સહિત દેશભરમાંથી આશરે 85 જેટલા વિદ્યાર્થીને 650+ માર્ક અપાવવાની ગોઠવણ થઈ હતી. ગત વખતે ગુજરાતમાંથી કનેક્શન ઝડપાતાં આ વખતે કર્ણાટકના બેલગામ, હુબલી અને બેંગ્લોરમાં સેટિંગ કરાયું છે. વિદ્યાર્થીઓને અને વાલીઓ માટે કર્ણાટકના રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા પણ એજન્ટોએ ગોઠવી દીધી હતી. ત્યારે આ ખરેખર કોઈ વચેટિયા ટોળકીનું જ કારસ્તાન છે કે અન્ય ફ્રોડ ટોળકી આ પ્રકારે વાલી પાસેથી પૈસા લઈને તેની સાથે ફ્રોડ કરી રહી છે તે પણ તપાસનો વિષય છે. આ ષડયંત્રમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનેક એજન્ટ સક્રિય છે. તો અમદાવાદના એક ખાનગી કલાસિસ સંચાલકની પણ ભેદી ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે.

એજન્ટ અને વાલી સાથેનો સંવાદ

વાલી: હેલ્લો
એજન્ટ: હા, બોલોને
વાલી: હું અહીં ઇસ્કોન ગાંઠિયા પાસે ઉભો છું, તમારી ઓફિસનું લોકેશન ક્યાનું છે?
એજન્ટ: આપણે વૈષ્ણોદેવી સર્કલે મળીશું. 
વાલી: વૈષ્ણોદેવી સર્કલ પાસે ક્યા આવીએ, કોઈ લોકેશન છે કઈ?
એજન્ટ: લોકેશન આપે છે હમણા, આવે એટલે તમને દઉં
વાલી: તો અહીંથી હું વૈષ્ણોદેવી સર્કલે વયો જાઉં એવું કરું ને?
એજન્ટ: મને હજુ અડધી કલાક જેવું લાગશે, બીજું કઈ કામ હોય તો પતાવીને પછી પહોંચો. કારણ કે ત્યાં જઈને પણ રાહ જોવી એટલે...ધવલને પણ હજુ અડધી કલાક જેવું લાગશે એવું એણે કીધું. મને હજુ પોણી કલાક જેવું થઇ જશે.
વાલી: તો વૈષ્ણોદેવી સર્કલે એક છે મિત્ર, ત્યાં હોટેલે બેસીએ, બરાબરને..
એજન્ટ: હા

 આ વિગતો બહાર આવતા હવે આગળ કેવી કાર્યવાહી થાય છે. તે જોવાનું રહ્યું. આવતી કાલે NEETની પરીક્ષા દેશભરમાં લેવામાં આવશે તે પણ સત્ય હકિકત છે. 

Related News

Icon