Home / Career : NTA releases NEET UG 2025 admit card

NTA એ બહાર પાડ્યું NEET UG 2025 એડમિટ કાર્ડ, અહીં વાંચો જરૂરી ગાઈડલાઈન્સ

NTA એ બહાર પાડ્યું NEET UG 2025 એડમિટ કાર્ડ, અહીં વાંચો જરૂરી ગાઈડલાઈન્સ

દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે જેઓ મેડિકલનો અભ્યાસ કરવાનું સ્વપ્ન જુએ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UG 2025 પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. હવે પરીક્ષા આપનારા બધા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ neet.nta.nic.in પર જઈને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, ઉમેદવારોને તેમનો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખની જરૂર પડશે. ધ્યાનમાં રાખો, પરીક્ષા કેન્દ્રમાં એડમિટ કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે, તેના વિના તમને પ્રવેશ નહીં મળે. આ ઉપરાંત, કેટલાક અન્ય મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ પણ સાથે રાખવા પડશે.

પરીક્ષા ક્યારે યોજાશે?

NEET UG 2025ની પરીક્ષા 4 મે, 2025 (રવિવાર) ના રોજ બપોરે 2થી 5 વાગ્યા સુધી યોજાશે. આ પરીક્ષા ઓફલાઈન મોડમાં એટલે કે પેન-પેપર ફોર્મેટમાં લેવામાં આવશે. ઉમેદવારોને રિપોર્ટિંગ ટાઈમ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવે છે જેથી બધી ઔપચારિકતાઓ સમયસર પૂર્ણ થઈ શકે. પરીક્ષામાં કુલ 200 પ્રશ્નો હશે, જેના માટે 3 કલાકનો સમય આપવામાં આવશે.

એડમિટ કાર્ડમાં ઉમેદવારનું નામ, અરજી નંબર, પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું, રિપોર્ટિંગ ટાઈમ, પરીક્ષાનું માધ્યમ (જેમ કે હિન્દી, અંગ્રેજી વગેરે) અને ગેટ બંધ થવાનો સમય જેવી મહત્ત્વપૂર્ણ માહિતી હોય છે. તેથી એડમિટ કાર્ડ વાંચો અને બધી સૂચનાઓનું પાલન કરો.

પરીક્ષાના દિવસે સાથે રાખો આ ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો - જેવો તમે NEET ફોર્મમાં અપલોડ કર્યો છે.
  • માન્ય ઓળખનો પુરાવો - આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, મતદાર ID અથવા ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈપણ એક.
  • દિવ્યાંગ પ્રમાણપત્ર - જો લાગુ પડતું હોય તો.
  • એડમિટ કાર્ડ પ્રોફોર્મા - જેના ફોટો ચોંટાડવામાં આવે છે.

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ neet.nta.nic.in ની મુલાકાત લો.
  • પછી “NEET UG 2025 એડમિટ કાર્ડ” લિંક પર ક્લિક કરો.
  • આ પછી, જરૂરી માહિતી ભરીને સબમિટ કરો.
  • હવે સ્ક્રીન પર એડમિટ કાર્ડ દેખાશે, તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો.
Related News

Icon