છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક શિક્ષક સતત ગેરહાજર રહેતા તેને સસ્પેન્ડ કરવાનો હુકમ જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે. જ્યારે કવાંટ તાલુકાનો એક શિક્ષક 11 માસ થી નોકરી ઉપર ના આવતા તેને આખરી નોટીસ ફટકારવામાં આવી અને આઠ દિવસ માં ખુલાસો નહીં આપે, તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
કપાત રજા પર ગયેલા
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આકાખેડા ગામે આવેલી પ્રાથમિક શાળા માં પટેલ વિભાબહેન રમણભાઈ તેઓ તારીખ ૫/૨/૨૦૨૪ થી ૨૯/૪/૨૦૨૪ સુધી 84 દિવસ માં કપાત રજા ઉપર ગયા હતા અને 13 માસ થી સતત ગેરહાજર રહેતા જિલ્લા શિક્ષણ અધિકારી વારંવાર નોટિસ પાઠવી હતી છતાંય તેઓ ફરજ ઉપર હાજર માં થતા પ્રાથમિક શાળા ના બાળકો નો અભ્યાસ બગડતા જિલ્લા શિક્ષણ અધિકારી એ આંકાખેડા પ્રાથમિક શાળા ના શિક્ષક ને નોકરી માંથી સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે કવાંટ તાલુકાના બામણીયા ફળીયા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા ચૌધરી હેમાંગીબેન ઘનશ્યામભાઈ તેઓ તારીખ ૯/૧૦/૨૦૨૩ થી ૬/૧/૨૦૨૪ સુધી કપાત રજા ઉપર ગયા હતા પરંતુ રજા પૂર્ણ થયા બાદ છેલ્લા 16 માસ થી તેઓ શાળા ઉપર હાજર થયા નથી.
શિક્ષકોની શોધખોળ
અગાઉ પણ આ શિક્ષક સતત ગેરહાજર રહેતા તેઓને સસ્પેન્ડ કર્યા હતા અને તેઓ તારીખ ૭/૧૦/૨૦૨૩ ના રોજ પરત હાજર થયા હતા પરંતુ તેઓ ફરીથી રજા ઉપર જતા જિલ્લા શિક્ષણ અધિકારી એ આની તપાસ સમિતિ બનાવી અને તેઓ સામે આખરી નોટીસ પાઠવી છે અને ૭/૫/૨૦૨૫ ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી માં હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવા શિક્ષકો જે શાળા માં ફરજ બજાવે છે અને વગર રજા રિપોર્ટ સતત ગેરહાજર રહે છે તેઓને ઘરભેગા કરવાં માટે તાલુકો પ્રાથમિક શિક્ષણ અધિકારી ને તપાસ સોંપી છે જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળા માં શિક્ષકો ની ઘટ છે બીજી તરફ આવા શિક્ષકો ની સરકારી ચોપડે નોકરી બોલતી હોવાથી જગ્યા ખાલી દર્શાવી શકતા નથી જેના કારણે નવી ભરતી થતી નથી અને બાળકો નો અભ્યાસ શિક્ષક વિના બગડે છે જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી એ શિક્ષણ નું સ્તર સુધારવા માટે અને ખાલી જગ્યા ઉપર શિક્ષક ની નિમણૂક થાય તે માટે ગુલ્લા મારતા શિક્ષકોની શોધખોળ આદરી છે