ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાન્હૂએ ગાઝાને નિયંત્રણમાં લેવાના શપથ લીધા છે. પરંતુ બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ નેતન્યાહૂની યોજના પર શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે, 'જ્યાં સુધી નેતન્યાહૂ સરકાર આ ઘૃણાસ્પદ કૃત્યો ચાલુ રાખશે ત્યાં સુધી અમે ચૂપ રહીશું નહીં. જો ઇઝરાયલ નવેસરથી લશ્કરી હુમલાઓ બંધ નહીં કરે, તો અમે જવાબમાં વધુ નક્કર પગલાં લઈશું.'

