વેસ્ટ ઈન્ડિઝના ધાકડ બેટ્સમેન નિકોલસ પૂરન (Nicholas Pooran) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે માત્ર 29 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈને સમગ્ર ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું. પૂરન (Nicholas Pooran) એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ફેન્સ સાથે નિવૃત્તિના સમાચાર શેર કર્યા. તમને જણાવી દઈએ કે પૂરન વેસ્ટ ઈન્ડિઝની વ્હાઈટ બોલ ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ હતો. તેણે જુલાઈ 2023માં શ્રીલંકા સામે વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી ODI રમી હતી. જ્યારે ડિસેમ્બર 2024માં બાંગ્લાદેશ સામે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

