Home / Sports / Hindi : West Indies player Nicholas Pooran sung bollywood song with LSG team

VIDEO / વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી Nicholas Pooran એ ગયું બોલીવૂડ સોંગ, Rishabh Pant એ પણ આપ્યો સાથ

IPL 2025માં નિકોલસ પૂરન (Nicholas Pooran) બેટથી ધૂમ મચાવી રહ્યો છે, તે હાલમાં ઓરેન્જ કેપ હોલ્ડર છે. લખનૌ સુપર જાયન્ટ્સનો આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (LSG vs CSK) સામે એક મહત્ત્વપૂર્ણ મેચ છે, જે જીતીને રિષભ પંત (Rishabh Pant) અને તેની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર આવી શકે છે. મેચ પહેલા, ટીમના ખેલાડીઓએ વાતાવરણ સામાન્ય રાખવા માટે એક નાની પાર્ટીનું આયોજન કર્યું હતું. આમાં વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી નિકોલસ પૂરન (Nicholas Pooran) એ હિન્દી ગીત ગાઈને લાઈમલાઈટ લૂંટી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નિકોલસ પૂરન (Nicholas Pooran) ઘણા વર્ષોથી IPLમાં રમી રહ્યો છે, તેને ભારત આવવું પણ ખૂબ ગમે છે. રવિવાર (13 એપ્રિલ) રાત્રે LSG દ્વારા આયોજિત એક નાની પાર્ટીમાં નિકોલસ પૂરન (Nicholas Pooran) એ પોતાના સિંગિંગથી રંગ જમાવ્યો હતો. LSG એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પૂરન હિન્દી ગીત (ઓ તેરે સંગ યારા) ગાઈ રહ્યો છે.

IPL 2025માં નિકોલસ પૂરનનું પ્રદર્શન

પૂરને અત્યાર સુધી IPL 2025માં રમાયેલી 6 મેચમાં 349 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર 87 છે. તેણે આ સિઝનમાં 4 અડધી સદીની ઈનિંગ્સ રમી છે. અત્યાર સુધીમાં તેણે 31 છગ્ગા અને 26 ચોગ્ગા ફટકાર્યા છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને ઓરેન્જ કેપ હોલ્ડર છે. IPLના મેગા ઓક્શન પહેલા LSG એ તેને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.

આજે LSG અને CSKની મેચ

આજે IPLની 30મી મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે LSG અને CSK વચ્ચે રમાશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મેચ જીતીને, ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને આવી શકે છે. બીજી તરફ, CSKની હાલત ખરાબ છે, તે હાલમાં 6 માંથી 5 મેચ હાર્યા બાદ ટેબલમાં 10મા સ્થાને છે. આજે, એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળની CSK માટે જીતવું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે હવે તેને લગભગ દરેક મેચમાં જીતની જરૂર પડશે નહીં તો તેના બહાર થવાનું જોખમ વધી જશે.

Related News

Icon