યુવા અભિનેત્રી નિતાંશી ગોયલ (Nitanshi Goel) એ તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા ફેશન શોમાં બધાના દિલ જીતી લીધા હતા. નિતાંશી (Nitanshi Goel) એ રેમ્પ પર પોતાની સ્ટાઇલથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા, સાથે જ પોતાની સાદગી અને નમ્રતાથી પણ બધાને પ્રભાવિત કર્યા હતા.
રેમ્પ વોક દરમિયાન જોવા મળી ખાસ સ્ટાઇલ
નિતાંશી (Nitanshi Goel) રેમ્પ વોક દરમિયાન પીઢ અભિનેત્રી હેમા માલિનીના પગે લાગી અને સુષ્મિતા સેનને પણ હગ આપ્યું હતું. આ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે તે તેના સિનિયર્સનો કેટલો આદર કરે છે.
નિતાંશી વાસ્તવિક જીવનમાં પણ સંસ્કારી છે
જ્યારે નિતાંશી (Nitanshi Goel) એ ફેશન શોમાં રેમ્પ વોક કર્યું ત્યારે તેની સુંદરતા અને આત્મવિશ્વાસએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રેમ્પની વચ્ચે રોકાઈને, તે આગળની હરોળમાં બેઠેલા હેમા માલિની પાસે ગઈ અને ખૂબ જ આદરથી તેમને પગે લાગી. હેમા માલિની પણ આ બાદ ભાવુક દેખાતા હતા. હસતાં હસતાં તેમણે પોતાના હૃદય પર હાથ રાખ્યો અને નિતાંશીની સાદગીના વખાણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો નિતાંશીના આ અંદાજના ખૂબ વખાણ કરી રહ્યા છે.
સુષ્મિતા સેનને પણ મળી
રેમ્પ પર ચાલતી વખતે, નિતાંશી સુષ્મિતા સેન સુધી પહોંચી, જે શોનો આનંદ માણી રહી હતી. નિતાંશીએ સુષ્મિતાને ગળે લગાવી અને બંનેએ થોડી ક્ષણો વાત પણ કરી. સુષ્મિતા પણ નિતાંશીના આ વર્તનથી ખૂબ ખુશ હતી. નિતાંશીએ ફરી વોક શરૂ કરી કે તરત જ સુષ્મિતાએ તાળીઓ પાડીને તેને પ્રોત્સાહન આપ્યું.
'Laapata Ladies' થી નિતાંશીને મળી ઓળખ
નિતાંશી ગોયલ (Nitanshi Goel) એ પોતાની મહેનત અને પ્રતિભાથી ટૂંકા ગાળામાં જ ખૂબ લોકપ્રિયતા મેળવી લીધી છે. માર્ચ 2024માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'Laapata Ladies' એ દર્શકો અને વિવેચકોના દિલ જીતી લીધા હતા. કિરણ રાવ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં નિતાંશી સાથે પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન અને છાયા કદમ જેવા કલાકારો હતા. બિપ્લબ ગોસ્વામીની વાર્તા પર આધારિત આ ફિલ્મ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બની. નિતાંશીના રોલે બધાને પ્રભાવિત કર્યા અને તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી.