વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર બનેલો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બચાવ કામગીરી આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે. અત્યારસુધી કુલ 18 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજી કેટલાક ગુમ હોવાથી મોતનો આંકડો વધવાની શક્યતા છે. દેશમાં બ્રિજ ધરાશાયી થવાની વધતી દુર્ઘટનાને ધ્યાનમાં લેતાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આકરું વલણ અપનાવ્યું હોવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, નબળી કામગીરી કરનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની તેઓએ તપાસ શરૂ કરી છે. જાણી જોઈને ભૂલો કરનારાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

