Home / Career : NTA declared JEE Main result for 2nd session

NTA દ્વારા જાહેર કરવામાં આવ્યું JEE મેઈનનું પરિણામ, 2 ગુજરાતી સહિત 24 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સન્ટાઈલ

NTA દ્વારા જાહેર કરવામાં આવ્યું JEE મેઈનનું પરિણામ, 2 ગુજરાતી સહિત 24 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સન્ટાઈલ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શુક્રવારે મોડી રાત્રે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવેલી  જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) મેઈન 2025ના બીજા સત્રનું પરિણામ જાહેર કર્યું. JEE મેઈન સત્ર એક અને બીજા સત્રની પરીક્ષામાં કુલ 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. જેમાં રાજસ્થાનના ઓમ પ્રકાશ બેહેરા, સક્ષમ જિંદાલ, અર્ણવ સિંહ, રજિત ગુપ્તા, મોહમ્મદ અનસ, આયુષ સિંઘલ અને લક્ષ્ય શર્માએ ટોપ પર છે. જ્યારે ગુજરાતના શિવેન વિકાસ તોષનીવાલ અને અદિત પ્રકાશ ભગડે 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. ગુજરાતમાં આ બંને ઉમેદવારોએ 100 પર્સન્ટાઈલ રેન્ક મેળવીને ટોપ કર્યું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરીક્ષા બે સત્રમાં યોજાઈ હતી

આ વર્ષે JEE મેઈન 2025 બે રાઉન્ડમાં લેવામાં આવી હતી. જો કોઈ ઉમેદવાર બંને સત્રોમાં હાજર રહ્યો હોય, તો અંતિમ મેરિટ યાદી તૈયાર કરતી વખતે JEE મેઈનમાં ઉમેદવારના શ્રેષ્ઠ સ્કોરને ધ્યાનમાં લેવામાં આવશે. આ વર્ષે પરીક્ષામાં કુલ 9,92,350 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 6,81,871 મહિલા ઉમેદવારો અને 3,10,479 પુરૂષ વિદ્યાર્થીઓ હતા.

પહેલા સત્રમાં 14 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા હતા. 24 ઉમેદવારોમાંથી, 7 રાજસ્થાનના, 3-3 મહારાષ્ટ્ર, તેલંગાણા અને યુપીના, 2-2 પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીના છે. એક-એક કર્ણાટક અને આંધ્રપ્રદેશનો છે. 100 પર્સન્ટાઈલ મેળવનારાઓમાં 21 ઉમેદવારો જનરલ કેટેગરીના છે. જ્યારે EWS, OBC (નોન-ક્રીમી લેયર), SC કેટેગરીમાંથી એક-એક ઉમેદવારે 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે.

Related News

Icon