
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આજે એટલે કે 14 જૂન, 2025ના રોજ NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે દેશભરમાંથી 20.8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે MBBS, BDS, BAMS, BSMS, BUMS અને BHMS જેવા અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવી હતી.
પરિણામ ક્યાં અને કેવી રીતે ચેક કરવું?
પરિણામ જાહેર કરતી વખતે, સર્વર ડાઉન હોઈ શકે છે અથવા વેબસાઈટ પર ભારે ટ્રાફિકને કારણે વેબસાઈટ ધીમી હોઈ શકે છે. પરંતુ ગભરાશો નહીં, તમે નીચે આપેલ સત્તાવાર વેબસાઈટ્સની મુલાકાત લઈને સરળતાથી પરિણામ ચકાસી શકો છો.
- neet.nta.nic.in
- nta.ac.in
- examinationservices.nic.in
વિદ્યાર્થીઓ પરિણામ ચેક કરવા માટે તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દ્વારા આમાંથી કોઈપણ વેબસાઈટ પર લોગ ઈન કરી શકે છે.
દેશમાં MBBSની કુલ કેટલી સીટ છે?
દેશમાં MBBS કોર્સ માટે કુલ 1,18,190 સીટ ઉપલબ્ધ છે. આમાંથી 1,15,250 સીટ શૈક્ષણિક સત્ર 2024-25 દરમિયાન ભરાઈ હતી, જે કુલ સીટના લગભગ 97.5 ટકા છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) NEET UG 2025 દ્વારા 15 ટકા AIQ (ઓલ ઈન્ડિયા ક્વોટા) હેઠળ MBBS અને BDS સીટ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા હાથ ધરે છે.
ટાઈ-બ્રેકિંગ નિયમ શું છે?
જેના બાયોલોજી (બોટની + ઝુલોજી) માં વધુ માર્ક્સ હશે તેને ઉચ્ચ રેન્ક આપવામાં આવશે.
જો બાયોલોજીમાં માર્ક્સ સમાન હશે, તો કેમેસ્ટ્રીમાં વધુ માર્ક્સ ધરાવતા ઉમેદવારને પસંદગી મળશે.
જો બાયોલોજી અને કેમેસ્ટ્રીમાં પણ માર્ક્સ સમાન હશે, તો ફિઝીક્સમાં વધુ માર્ક્સ ધરાવતા ઉમેદવારને ટોચનો રેન્ક આપવામાં આવશે.
જો આ ત્રણેય વિષયોમાં માર્ક્સ સમાન હોય, તો જે ઉમેદવારના બધા વિષયો (બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝીક્સ) માં ખોટા જવાબોની સંખ્યા ઓછી હશે તેને પ્રાથમિકતા મળશે.
જો ખોટા જવાબોની સંખ્યા પણ સમાન હશે, તો સાચા જવાબોની સંખ્યા ધરાવતો ઉમેદવાર ટોચનો રેન્ક મેળવશે.
પરીક્ષા ક્યારે યોજાઈ હતી
NEET UG 2025ની પરીક્ષા 4 મે 2025ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 20.8 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પરીક્ષા ભારતના 557 શહેરોમાં 4,750 કેન્દ્રો અને વિદેશમાં 14 કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ પરીક્ષા હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અને ઘણી પ્રાદેશિક ભાષાઓ જેમ કે તમિલ, તેલુગુ, બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, મલયાલમ, ઓડિયા, પંજાબી અને આસામીમાં લેવામાં આવી હતી.
NEET UG પરિણામ કેવી રીતે તપાસવું
- સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઈટ neet.nta.nic.in ની મુલાકાત લો.
- હોમપેજ પર, 'NEET UG 2025 પરિણામ' લિંક પર ક્લિક કરો.
- હવે તમારા એડમિટ કાર્ડ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- પરિણામ સ્ક્રીન પર દેખાશે, જેને ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકાય છે.