
સુરત શહેરમાં યશ્વી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નોટબુક, સ્કૂલબેગ, પાણીની બોટલ અને અન્ય સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ કરીને મિડિયા વેલ્ફેર એસોસિએશનના સભ્યોના 35થી વધુ પરિવારોના લગભગ 80 બાળકોને સ્કૂલ કિટ આપી ભેટરૂપે નિમિત્ત બનાવવામાં આવ્યો હતો.
યશ્વી ફાઉન્ડેશનની સેક્રેટરી ગાયત્રી ચાંપાનેરિયા એ જણાવ્યું કે, "અમે અગાઉ પણ પાલિકા શાળાઓમાં 270 વિદ્યાર્થીઓને આવી કીટ વિતરીત કરી ચૂક્યા છીએ. આજે જ્યારે મીડિયા કર્મચારીઓના બાળકોને આ સન્માન આપ્યું ત્યારે અમને ગર્વની સાથે આનંદની પણ લાગણી થઈ છે."ફાઉન્ડેશન સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહે છે.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાધનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને નોટબુક, ટુલ બેગ, પાણીની બોટલ જેવી જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે.અંતે ફાઉન્ડેશન તરફથી બાળકોને તેમના શૈક્ષણિક જીવનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.