
Kutch News: પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યો માહોલ છે આતંકી હુમલા બાદ ભારત સરકારે ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને ૪૮ કલાકમાં ભારત છોડવા માટે આદેશ કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાને પણ પોતાના દેશમાંથી ભારતીયોને પરત ફરવાનો આદેશ કર્યો હતો. આ દરમિયાન કચ્છના મહેશ્વરી સમાજના 40 લોકો પણ પાકિસ્તાન યાત્રાધામ કરવા એક મહિના માટે યાત્રામાં ગયા હતા. પંરતુ આતંકી હુમલાના કારણે યાત્રા ટૂંકાવી અને ભારત પોતાના વતન ગાંધીધામ પરત આવ્યા છે.
કચ્છ જિલ્લાના મહેશપંથી મહેશ્વરી સમાજના 40 લોકોનો સંઘ પાકિસ્તાનમાં આવેલા યાત્રાધામોની દર્શનાર્થે એક મહિનાનું આયોજન કરીને ગયા હતા. પાકિસ્તાન પહોંચેલા કચ્છના આ સંઘને દસ જ દિવસમાં પરત કચ્છ આવવાની ફરજ પડી રહી હતી પાકિસ્તાનના મકલી ઠઠા, ઠરઈ, સેણી સહિત ચાર સ્થળોએ મહેશ્વરી સમાજના ઈષ્ટદેવોના યાત્રાધામ છે.
ખડિયા યાત્રા માટે તારીખ 16ના ગાંધીધામથી વાઘા બોર્ડર થઈને કરાચી પહોંચેલા યાત્રાળુઓને મહેશ્વરી સમાજવાડીમાં આવકાર અપાયો હતો. પરંતુ પહેલગામની ઘટનાને કારણે પાકિસ્તાન સરકારે પણ ભારતીય પ્રવાસીઓને 48 કલાકમાં દેશ છોડી રવાના કર્યા હતા. આ સંઘ પાકિસ્તાનથી વાઘા બોર્ડર આવી અને પોતાના વતન ગાંધીધામ પહોંચ્યા અને સૌથી પહેલા આતંકી હુમલાના શહીદ થયા તેમણે શ્રધાંજલિ પાઠવી.