Home / India : High alert in Pakistan amid tension with India

ભારત સાથે તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, પાક. સંરક્ષણ મંત્રીએ કહ્યું 'ભારતીય સેના...'

ભારત સાથે તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, પાક. સંરક્ષણ મંત્રીએ કહ્યું 'ભારતીય સેના...'

પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે પાકિસ્તાન પર સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતના અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે, તો બીજી તરફ આતંકવાદીઓને પોષતો પાકિસ્તાન નફ્ફટાઈની હદ વટાવી ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. હવે સ્થિતિ એવી છે કે, પાકિસ્તાનના વડાપ્રધાનથી લઈને તમામ નેતાઓને યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેઓ ભારતને પોકળ ધમકીઓ આપી રહ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીને પણ યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેમણે દાવા સાથે કહ્યું છે કે, ભારતીય સેના ગમે ત્યારે પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરી શકે છે. પાકિસ્તાનમાં હાઈ એલર્ટ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાક. સંરક્ષણ મંત્રીને યુદ્ધનો ડર

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે આજે (28 એપ્રિલ) કહ્યું કે, પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉગ્ર સ્થિતિ ઉભી થઈ છે. બંને દેશો વચ્ચેનો તણાવ ગમે ત્યારે યુદ્ધમાં બદલાઈ શકે છે. તેમણે કહ્યું કે, પહલગામ હુમલા બાદ પડોશી ભારત દ્વારા ગમે ત્યારે સૈન્ય આક્રમણ થવું શક્ય છે, કારણ કે પરમાણુ શસ્ત્રો ધરાવતા બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યા છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ભારતને ધમકી

આસિફે પણ ભારતને પોકળ ધમકી આપી છે અને રૉયટર્સને કહ્યું કે, ‘અમે અમારી સેનાને મજબૂત કરી દીધી છે, કારણ કે હાલ આ ખૂબ જ જરૂરી થઈ ગયું છે. આવી સ્થિતિમાં કેટલાક રણનીતિક નિર્ણયો લેવા પડે છે અને તે નિર્ણયો લઈ લીધા છે.’ ઉલ્લેખનીય છે કે, પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ ભારતભરમાં રોષ ફેલાયો છે. સાથે જ પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ભારતનો આરોપ છે કે, પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદને સમર્થન આપી રહ્યું છે અને તેણે જ પહલગામમાં આતંકવાદી હુમલાને અંજામ આપ્યો છે.

Related News

Icon