Home / Entertainment : Pahlaj Nihalani took a dig at Bollywood actors

‘સવારે ડાયેટ ફૂડ જોઈએ છે અને રાત્રે ડ્રગ્સ’, પહલાજ નિહલાણીએ બોલિવૂડ કલાકારો સામે કર્યો કટાક્ષ

‘સવારે ડાયેટ ફૂડ જોઈએ છે અને રાત્રે ડ્રગ્સ’, પહલાજ નિહલાણીએ બોલિવૂડ કલાકારો સામે કર્યો કટાક્ષ

વારંવાર વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા પહલાજ નિહલાણીએ  બોલિવૂડ કલાકારો સામે આક્રોશ ઠાલવતાં કહ્યું છે કે મોટાભાગના એક્ટરો સવારે ડાયટ પર હોય છે અને ફ્રૂટસની માગણી કરતા હોય છે પરંતુ રાત પડે તેઓ ડ્રગ માગવા  લાગે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તેમણે કહ્યું હતું કે કલાકારોનાં નખરાં વધી ગયાં છે. એક એક કલાકારને છ છ વેનિટી વેન જોઈએ છે. 

તેમને જીમ માટે અલગ, કિચન માટે અલગ, મીટિંગ માટે અલગ વાન જોઈએ છે.  તેના કારણે નિર્માતાઓનો ખર્ચો વધી ગયો છે. 

જ્યાં એક વ્યક્તિથી કામ ચાલતું હતું ત્યાં દસ લોકો રાખવા પડે છે. પહેલાં તેઓ એક મેક અપ મેન માગતા હતા હવે તો તેમને મિરર પકડવા માટે પણ અલગ માણસ જોઈએ છે. 

તેમણે કહ્યું હતું કે  ફિલ્મ 'તલાશ'મા અક્ષય કુમારે કાસ્ટિંગમાં દખલગીરી કરી કરીના કપૂરને લેવાનું દબાણ કર્યુ ંહતુ.  એ સમયે મને આ  ફિલ્મમાં ૨૨ કરોડનો ખર્ચો થઈ ગયો હતો. 

 

Related News

Icon