આજથી બે મહિના પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં અનેક સૈન્ય ઠેકાણા અને આતંકવાદી ઠેકાણાઓને ખાતમો કરી નાખ્યો હતો. ત્યારે હવે પાકિસ્તાનના મંત્રી મોહસિન નક્વીએ પાક એરબેઝ પર હુમલા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નક્વીએ કહ્યું કે, ‘મે મહિનામાં ભારતે પાકિસ્તાનના એરબેઝ પર 11 મિસાઈલો ઝીંકી, ત્યારે ત્યાં એરક્રાફ્ટ અને વવાયુસેનાના જવાનો પણ હાજર હતા.

