ટ્રમ્પની શપથવિધિની તારીખ જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ H-1B વિઝા ઇચ્છુક ભારતીયોનું સ્વપ્ન જાણે રોળાઈ રહ્યું હોય તેવું વાતાવરણ સર્જાતું જાય છે. ટ્રમ્પે પોતે તેની તરફેણ કરી હોવા છતાં પણ ઉદ્યોગ-ધંધાઓને લાગે છે કે જ્યાં સુધી સરકાર આ મુદ્દે સ્પષ્ટ વલણ અપનાવે નહીં ત્યાં સુધી કોઈ જોખમ લેવું નથી. આના લીધે તેઓ ઘણા ભારતીયોને ગડગડીયું પકડાવી રહ્યા છે.

