અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમેરિકાના 48મા પ્રમુખ તરીકે શપથ લઈ રહ્યા છે. તેમના શપથ સમારંભમાં પહેલી વખત ટ્રમ્પના કહેવાતા દુશ્મન ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિત વિશ્વના અનેક નેતાઓને આમંત્રણ અપાયું છે, પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાયું નથી, જે હવે વિવાદનો મુદ્દો બની રહ્યો છે. રાજકીય પંડિતોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર 2024માં અમેરિકાની મુલાકાતે હતા ત્યારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને મળવાનું ટાળ્યું હતું. આ કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ સમારંભમાં તેમના 'ખાસ મિત્ર' નરેન્દ્ર મોદીને આમંત્રણ નહીં આપીને બદલો લીધો છે.

